લંડન
બ્રિટનના નવા વડાપ્રધાન રિશી સુનાકે લિઝ ટ્રસ કેબિનેટમાં સામેલ 11 મંત્રીઓનો નવી કેબિનેટમાંથી છેદ ઉડાડી દીધો છે. રિશી સુનાકે બિઝનેસ સેક્રેટરી જેકબ રીસ મોગ, એજ્યુકેશન સેક્રેટરી કિટ માલ્ટહાઉસ, જસ્ટિસ સેક્રેટરી બ્રેન્ડલ લૂઇસ, વેલ્શ સક્રેટરી રોબર્ટ બકલેન્ડ, એન્વાયરમેન્ટ સેક્રેટરી રાની જયવર્દને સહિત 11 મંત્રીઓને પડતા મૂકવાનો નિર્ણય લીધો છે. જ્યારે રિશી સુનાકે જેરેમી હન્ટને ચાન્સેલર પદે યથાવત રાખતાં ડોમિનિક રાબને ડેપ્યુટી પીએમ પદે નિયુક્ત કર્યાં છે. રાબની પાસે ન્યાય મંત્રાલયનો પણ હવાલો રહેશે.
રિશી સુનાક તેમની કેબિનેટમાં પેની મોરડૌન્ટ, સુએલા બ્રેવરમેન અને કેમી બેડનોકને પણ મહત્વના મંત્રાલયોનો હવાલો સોંપે તેવી સંભાવના છે. બ્રેવરમેનને ફરી ગૃહમંત્રાલય સોંપાય તેવી સંભાવના છે. શેપ્સને બિઝનેસ સેક્રેટરી અને બેડનોકને એજ્યુકેશન સેક્રેટરી બનાવવામાં આવી શકે છે. ફોરેન સેક્રેટરી જેમ્સ ક્વેરલીના સ્થાને મોરડૌન્ટને ફોરેન સેક્રેટરી બનાવવામાં આવે તેવી સંભાવના છે. થેરેસી કોફી કેબિનેટમાંનું સ્થાન ગુમાવી શકે છે.
કયા મંત્રીઓનો છેદ ઉડ્યો
જેકબ રીસ મોગ, કિટ માલ્ટહાઉસ, બ્રેન્ડન લૂઇસ, રોબર્ટ બકલેન્ડ, ક્લો સ્મિથ, સાયમન ક્લાર્ક, રાની જયવર્દને, વેન્ડી મોર્ટન, જેક બેરી, વિકી ફોર્ડ, આલોક શર્મા


