રિશી સુનાકે તેમની શેડો કેબિનેટનું વિસ્તરણ કર્યું

Tuesday 23rd July 2024 12:11 EDT
 
 

લંડનઃ હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા રિશી સુનાકે તેમની શેડો કેબિનેટનું વિસ્તરણ કરવાની સાથે 51 સાંસદોને ફ્રન્ટ બેન્ચ પર સ્થાન આપ્યું છે. તેમાંથી 10 સાંસદને એક કરતાં વધુ જવાબદારી પણ સોંપાઇ છે.

હાઉસ ફ કોમન્સમાં શેડો વેટરન્સ મિનિસ્ટર એન્ડ્રુ બોવીને હવે શેડો એનર્જી સિક્યુરિટી અને નેટ ઝીરો મિનિસ્ટર તરીકેની જવાબદારી પણ સોંપાઇ છે. હેમ્પશાયરના સાંસદ પોલ હોમ્સને ફોરેન ઓફિસ અને નોર્ધન આયર્લેન્ડ ઓફિસની સાથએ ટોરી વ્હિપ તરીકેની જવાબદારી સોંપાઇ છે. એલિસિયા કીઅર્ન્સને શેડો ફોરેન ઓફિસ મિનિસ્ટર નિયુક્ત કરાયાં છે જ્યારે ડેની ક્રુગરને શેડો ડિફેન્સ મિનિસ્ટર નિયુક્ત કરાયા છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં અર્લ હોવને શેડો ડેપ્યુટી લીડર ઓફ ધ હાઉસ નિયુક્ત કરાયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter