લંડનઃ ઓક્સફર્ડશાયરમાં મેનિન્જાઇટિસનો રોગચાળો ફાટી નીકળતાં એક વિદ્યાર્થીનું મોત થયું છે જ્યારે અન્ય બે વિદ્યાર્થી સારવાર હેઠળ છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી દ્વારા ઘાતક રોગના 3 કેસ નોધાયાની માહિતી આપવામાં આવી હતી.
રીડિંગમાં હેનલી કોલેજ ખાતે અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું રોગના કારણે મોત થયું હતું જ્યારે બ્લૂ કોટ સ્કૂલ અને હાઇડાઉન સેકન્ડરી સ્કૂલના બે વિદ્યાર્થીમાં આ રોગના લક્ષણ જણાતા તેમને સારવાર આપવામાં આવી રહી છે. વર્ષના પ્રારંભે કેન્ટ અને ડોરસેટમાં પણ મેનિન્જાઇટિસ બીના કેસ સામે આવ્યાં હતાં.


