રૂબીકોનના સ્થાપક નરેશ નાગરેચાનું 73 વર્ષની વયે નિધન

Tuesday 05th December 2023 11:06 EST
 
 

લંડનઃ ચાર દાયકા પહેલાં રૂબીકોન સોફ્ટ ડ્રિંક્સ બ્રાન્ડની સ્થાપના કરનાર નરેશ નાગરેચાનું 73 વર્ષની વયે લાંબી બીમારી બાદ અવસાન થયું છે. ફૂડ એન્ડ બેવરેજિસ ઇન્ડસ્ટ્રીમાં પાયોનિયર ગણાતા નાગરેચા રૂબીકોન એક્સોટિક ડ્રિંક્સ અને શના ફૂડ્સના સહસ્થાપક હતા. રચનાત્મક કાર્યો પ્રત્યેના તેમના પ્રેમ અને બિઝનેસે તેમને સમગ્ર વિશ્વમાં સફળ મૂડીરોકાણ કરનાર બનાવ્યા હતા.

નરેશ નાગરેચાનો જન્મ 1950માં યુગાન્ડાના કામુલીમાં થયો હતો. ઇદી અમીન સત્તામાં આવ્યા બાદ તેઓ 1972માં યુકે આવ્યા હતા. યુકેમાં તેમણ રિડિંગ યુનિવર્સિટી ખાતેથી ફૂડ સાયન્સમાં અનુસ્તાનક ડિગ્રી હાંસલ કરી હતી અને ત્યારબાદ ભારતના મુંબઇ સ્થિત વિલ્સન કોલેજમાં પણ અભ્યાસ કર્યો હતો. સ્ક્વેપ્સ ખાતે કારકિર્દીની શરૂઆત બાદ તેમને બિવરેજિસ બિઝનેસમાં ઝંપલાવવાની પ્રેરણા મળી હતી. 1981માં સહયોગી વિશ વિકેરા સાથે મળીને તેમણે પેશનેડ નામનું ડ્રિંક બજારમાં મૂક્યું હતું. એક વર્ષ બાદ રૂબીકોન જ્યુસ ડ્રિંક્સમાં માર્કેટ લીડર બની રહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter