લંડનઃ કાર ખરીદવાની ઇચ્છા રાખનાર દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો વિચાર્યું જ હોય કે જો તેની પાસે રોલ્સ રોઇસ કાર હોય તો કેવું સારું.. કેટલાક લોકો આ પ્રકારના દીવાસ્વપ્ન જોતાં હોય છે જ્યારે કેટલાંક તેમના સ્વપ્નને પુરું કરવા રાત-દિવસ મહેનત કરતાં હોય છે. અહીં વાત કરવી છે યુકેના ભારતીય મૂળના બિઝનેસમેન રેઉબેન સિંહની... તેમણે આકરા પરિશ્રમથી ન કેવળ વિદેશમાં બિઝનેસ એમ્પાયર ઊભું કર્યુંપરંતુ રોલ્સ રોઇસ માટેના પોતાના શોખને પણ પરિપૂર્ણ કર્યો.
રેઉબેન સિંહને રોલ્સ રોઇસનો ગાંડો શોખ છે. તેઓ તેમની પાઘડીના રંગ સાથે મેચ થાય તેવા રંગની રોલ્સ રોઇસ કાર વાપરવાના શોખીન છે. તેમની પાસે ઘણા બિલિયન પાઉન્ડનું કાર કલેક્શન છે. હજુ ગઇ દીવાળીમાં જ તેમણે પોતે જ પાંચ અલગ અલગ રંગની રોલ્સ રોઇસ કાર ભેટમાં આપી હતી. હાલ તેમની પાસે કુલ 15 રોલ્સ રોઇસ કાર છે. તેઓ તેમની રોલ્સ રોઇસ કારના રંગ પ્રમાણે જ પાઘડી પહેરે છે.
રેઉબેન સિંહ અને તેમનો પરિવાર 1970ના દાયકામાં યુકે પહોંચ્યો હતો. તેઓ આઇશર કેપિટલ અને ઓલડેપીએ કંપનીના માલિક છે. તેમને બ્રિટિશ બિલ ગેટ્સ પણ કહેવામાં આવે છે.


