રેકોર્ડ માઇગ્રેશનની સમસ્યા મને પુરોગામીઓ પાસેથી વારસામાં મળી છેઃ સુનાક

માઇગ્રેશન ઘટાડવા જરૂરી તમામ પગલાં લેવા હું પ્રતિબદ્ધઃ વડાપ્રધાન

Tuesday 05th December 2023 11:01 EST
 
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે રેકોર્ડ સ્તર પર પહોંચેલા નેટ માઇગ્રેશન માટે તેમના પુરોગામી બોરિસ જ્હોન્સનને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, નેટ માઇગ્રેશનનો આ ઊંચો આંકડો મને વારસામાં મળ્યો છે અને તેને ઘટાડવા હું પ્રતિબદ્ધ છું. નેટ માઇગ્રેશનમાં ઘટાડો કરવા હું જરૂરી તમામ પગલાં લેવાની પ્રતિજ્ઞા લઉં છું.

એક વર્ષ અગાઉ શું તમે નેટ માઇગ્રેશનમાં ઘટાડો કરવાની જેનરિકની યોજનાને અવરોધી હતી તેવા એક સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, અમે અત્યાર સુધી નોંધપાત્ર પગલાં લીધાં છે અને વધુ પગલાં માટે તૈયાર છીએ. અમે અહીં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓના આશ્રિતોની સંખ્યા મર્યાદિત કરી રહ્યાં છીએ જેના કારણે 1,50,000 કરતાં વધુ સ્ટુડન્ટ ડિપેન્ડન્ટ પર અસર પડશે. આ એક મહત્વનું પગલું અમે નવા વર્ષમાં ઉઠાવી રહ્યાં છીએ. અમે તમામ પ્રકારના વિઝાની ફીમાં પણ 35 ટકાનો વધારો કરી દીધો છે.

સુનાકે જણાવ્યું હતું કે, નેટ માઇગ્રેશનનું સ્તર ઘણું ઊંચુ ગયું છે પરંતુ આ સમસ્યા મને મારા પુરોગામીઓ પાસેથી વારસામાં મળી છે. તેના ઉકેલ માટે જરૂરી તમામ પગલાં લેવા હું પ્રતિબદ્ધ છું.

માઇગ્રન્ટ કટોકટીના ઉકેલ માટે રવાન્ડા યોજના અત્યંત જરૂરીઃ સુનાક

વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, બ્રિટનની માઇગ્રન્ટ કટોકટીના ઉકેલ માટે રવાન્ડા યોજના અત્યંત મહત્વની છે. આપણે માઇગ્રન્ટ્સને હોટલોમાં આશ્રય આપવા માટે અબજો પાઉન્ડ ખર્ચી ચૂક્યાં છીએ અને જો રવાન્ડા યોજના આગળ નહીં વધે તો હજુ અબજો પાઉન્ડનો ખર્ચ કરવો પડશે. આ માટે સરકાર એર ખરડો લાવી રહી છે અને સંસદ તેને મંજૂરી આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter