રેડ પાસપોર્ટ ધરાવનારાને 70 દેશ માટે વેલિડિટી ચકાસી લેવા અપીલ

70 દેશમાં 6 મહિના અને 41 દેશમાં 3 મહિના પાસપોર્ટ એક્સપાયરી નિયમ અમલમાં

Tuesday 18th July 2023 11:13 EDT
 
 

લંડનઃ રેડ પાસપોર્ટ ધરાવતા બ્રિટિશ નાગરિકોને તેઓ તેમનો પાસપોર્ટ એક્સપાયર થયો છે કે નહીં તેના પર ધ્યાન આપ્યા વિના ચકાસણી કરે કે તેઓ વિદેશ પ્રવાસ કરવા માટે યોગ્ય છે કે કેમ તેવી અપીલ કરવામાં આવીછે. કારણ કે ઘણા દેશોમાં એવા પાસપોર્ટની માગ કરવામાં આવે છે કે ડિપાર્ચરની તારીખ પછી પાસપોર્ટ 6 મહિના સુધી માન્ય હોય. વિશ્વના મોટાભાગના દેશોમાં આ રેગ્યુલેશન અમલમાં છે ત્યારે જેમના પાસપોર્ટ એક્સપાયર થવાની તૈયારીમાં છે તેમના માટે મુશ્કેલી સર્જાઇ શકે છે.  કેટલાક દેશો ડિપાર્ચર બાદ પાસપોર્ટની વેલિડિટી 3 મહિના સુધી માન્ય રાખે છે. યુરોપિયન યુનિયનના દેશોમાં પ્રવાસ કરતા બિનયુરોપિયન સંઘીય દેશોના નાગરિકો માટે આ નિયમ લાગુ પડે છે.

વિઝા ગાઇડ વર્લ્ડના જણાવ્યા અનુસાર વિશ્વના 70 દેશ 6 મહિના અને 41 દેશ 3 મહિનાનો પાસપોર્ટની માન્યતાનો નિયમ ધરાવે છે. યુકેમાં રેડ પાસપોર્ટ ટૂંકસમયમાં એક્સપાયર થવાની કગાર પર છે ત્યારે પ્રવાસ માટેની તમારી યોગ્યતા ચકાસી લેવા અપીલ કરાઇ છે.

સાઉદી અરબ,સિંગાપોર, બહેરિન, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ, ઇઝરાયેલ,કેન્યા, તાઇવાન, ટાન્ઝાનિયા, થાઇલેન્ડ, ઓમાન, યુગાન્ડા, ઇજિપ્ત, કતર, રવાન્ડા સહિતના 70 દેશો 6 મહિનાનો નિયમ ધરાવે છે જ્યારે ઓસ્ટ્રિયા, લક્ઝમબર્ગ, મોનાકો, બેલ્જિયમ સહિતના 41 દેશમાં 3 મહિનાનો નિયમ લાગુ પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter