રેલવેમાં હવે રિટર્ન ટિકિટની પ્રણાલિ રદ કરાશે

Wednesday 08th February 2023 06:33 EST
 

લંડન - બ્રિટિશ રેલવે સિસ્ટમમાં આગામી થોડા સમયમાં થનારા સુધારા અંતર્ગત રિટર્ન ટિકિટ રદ કરીને તેના સ્થાને નવી ડિજિટલ ટિકિટિંગ પ્રણાલિ લાગુ કરવામાં આવશે. અત્યારે ટુવે ટિકિટ ડિસ્કાઉન્ટ રેટ પર આપવામાં આવે છે પરંતુ હવે તેનું સ્થાન સિંગલ લેગ પ્રાઇસિંગ સિસ્ટમ લેશે જેમાં હાલની રિટર્ન ટિકિટ જેટલું જ ભાડુ વસૂલવામાં આવશે. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી માર્ક હાર્પર દ્વારા ટૂંકસમયમમાં તેની જાહેરાત કરાશે. તેઓ નવી સંસ્થા ગ્રેટ બ્રિટિશ રેલવેની જાહેરાત કરશે જેમાં ટ્રેક અને ટ્રેનની સમગ્ર વ્યવસ્થાને એક જ છત્ર હેઠળ લવાશે. આ સંસ્થા ટ્રેનોના ટાઇમટેબલ અને ટિકિટની કિંમતો પણ નક્કી કરશે. રેલવે ટિકિટ પ્રણાલિના સરળીકરણની નવી વ્યૂહરચના તૈયાર કરાશે જેમાં સ્માર્ટ કાર્ડનો ઉપયોગ વધુ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter