લંડનઃ રેસિઝમની આકરી ટીકા કરનારા સાંસદ ડાયને એબોટને લેબર પાર્ટીએ બીજીવાર સસ્પેન્ડ કર્યાં છે. એબોટે જણાવ્યું હતું કે, રેસિઝમ પર મેં અગાઉ કરેલી ટિપ્પણી પર મને જરાપણ ખેદ નથી. બે વર્ષ પહેલાં તેમણે જણાવ્યું હતું કે, વંશીય સમુદાયોને આજીવન રેસિઝમનો સામનો કરવો પડે છે. તેમણે બચાવમાં કરેલી ટિપ્પણીઓની હવે તપાસ કરાશે. એબોટે જણાવ્યું હતું કે, હું સારી રીતે જાણું છું કે લેબર નેતૃત્વ પાર્ટીમાંથી મારી હકાલપટ્ટી ઇચ્છે છે. મારી ટિપ્પણીઓ તદ્દન સાચી છે. કોઇપણ પ્રમાણિક વ્યક્તિ તેનો સ્વીકાર કરશે.