રેસિડેન્ટ ડોક્ટરો માટે વધારાની 1000 ટ્રેનિંગ પોસ્ટ ઊભી કરવાનો ,સરકારનો ઇનકાર

બ્રિટિશ મેડિકલ એસોસિએશને હડતાળ પાછી ન ખેંચતા સરકારનું આકરું પગલું

Tuesday 07th April 2026 10:49 EDT
 
 

લંડનઃ બ્રિટિશ મેડિકલ એસોસિએશને આગામી સપ્તાહમાં આયોજિત 6 દિવસની હડતાળ રદ કરવાનો ઇનકાર કરતાં સરકારે ઇંગ્લેન્ડમાં વધુ 1000 ટ્રેનિંગ પોસ્ટ ઊભી કરવાની ઓફર પાછી ખેંચી લીધી છે. રેસિડેન્ટ ડોક્ટરો સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવા માટે સરકારે 2026ના પ્રારંભે રજૂ કરેલી યોજનામાં વધારાની પોસ્ટ ઊભી કરવાની પણ દરખાસ્ત હતી.

વડાપ્રધાન સ્ટાર્મરે યુનિયન 48 કલાકમાં હડતાળ પાછી ન ખેંચે તો આ વધારાની પોસ્ટનો લાભ નહીં આપવાની ચેતવણી આપી હતી. હેલ્થ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સરકારે ડોક્ટરોને સારી ઓફર આપી હતી પરંતુ હવે એમ લાગી રહ્યું છે કે સરકાર માટે પ્રસ્તાવ પર આગળ વધવું સંભવિત નથી.

સરકારે જણાવ્યું છે કે આ પગલાથી એનએચએસમાં ડોક્ટરોની સંખ્યા પર કોઇ અસર પડશે નહીં. કારણ કે આ નવી પોસ્ટ પ્રવર્તમાન ટૂંકાગાળાની પોસ્ટમાંથી જ ઊભી કરવાની હતી. રેસિડેન્ટ ડોક્ટરને જ્યારે સત્તાવાર ટ્રેનિંગ પોસ્ટ ન મળે ત્યારે તેનો ઉપયોગ કરી શકવાના હતા.

બીએમએ રેસિડેન્ટ ડોક્ટર કમિટીના અધ્યક્ષ ડો. જેક ફ્લેચરે જણાવ્યું હતું કે, સરકારની જાહેરાત અત્યંત હતાશાજનક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter