રેસિસ્ટ એનએચએસ ટ્રસ્ટને ફટકારઃ બ્રિટિશ એશિયન સર્જનને 1 લાખ પાઉન્ડ ચૂકવવા આદેશ

ઉસ્માન બટ્ટની તમામ લાયકાત છતાં શ્વેત સહકર્મીને નિયુક્તિ આપી દેવાઇ હતી

Tuesday 24th November 2026 09:14 EST
 

લંડનઃ ભારતીય મૂળના બ્રિટિશ સર્જન ઉસ્માન બટ્ટને નોર્ધન કેર એલાયન્સ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો હોવાનું માન્ચેસ્ટર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં સાબિત થયા બાદ તેમને 101,338.74 પાઉન્ડનું વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો હતો કે સર્જિકલ લીડરશિપ પદ મળવાની 99 ટકા શક્યતા હોવાનું જણાવ્યા છતાં ટ્રસ્ટે બટ્ટની નિમણૂક કરી ન હતી.

બટ્ટ ચેર ઓફ ડિવિઝન ઓફ સર્જરી પદ માટે એકમાત્ર ઉમેદવાર હતા, પરંતુ NHS ના ઉચ્ચ અધિકારીઓએ એવો દાવો કરીને તેમને નકારી કાઢ્યા હતા કે આ વિભાગ તેમના માટે ઘણો મોટો છે,  જ્યારે હકીકતમાં તે ટ્રસ્ટનો સૌથી નાનો વિભાગ હતો.

તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને આ પદ મળવાની 99 ટકા શક્યતા છે પરંતુ તેમને અસફળ જાહેર કર્યા બાદ ટ્રસ્ટે એક શ્વેત સહકર્મીની નિમણૂક કરી હતી જેઓ બટ્ટના મતે તેમના કરતાં ઓછા અનુભવી અને ઓછી લાયકાત ધરાવતા હતા. બટ્ટ આ મામલો માન્ચેસ્ટર એમ્પ્લોયમેન્ટ ટ્રિબ્યુનલમાં લઈ ગયા હતા જ્યાં તપાસમાં જણાયું હતું કે પ્રક્રિયાગત ખામીઓ વ્યાપક અને અસંખ્ય હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter