રેસિસ્ટ ડોક્ટરોની હકાલપટ્ટી માટે એનએચએસને વધુ સત્તા અપાશે

Tuesday 24th March 2026 11:53 EDT
 

લંડનઃ એનએચએસ હવે રેસિસ્ટ અને યહૂદી વિરોધી ડોક્ટરોની સહેલાઇથી હકાલપટ્ટી કરી શકશે. હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જનરલ મેડિકલ કાઉન્સિલમાં સુધારાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, અસહ્ય રેસિસ્ટ અને યહૂદી પ્રત્યે નફરતી ભાષાનો ઉપયોગ કરતા ડોક્ટરોને મેડિકલ રજિસ્ટરમાંથી દૂર કરાશે. લોર્ડ મેને સરકારને સલાહ આપતાં જણાવ્યું હતું કે, હાલની વ્યવસ્થા ધીમી અને જટિલ છે. ડોક્ટરોને સસ્પેન્ડ કરવા અથવા હકાલપટ્ટી કરવા એનએચએસને વધુ સત્તા આપવી જોઇએ. સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, એનએચએસ દરેક વ્યક્તિ માટે સુરક્ષિત હોવી જોઈએ, અને કોઈને પણ જાતિ, ધર્મ કે માન્યતાના કારણે નુકસાન નથી થવું જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter