રેસિસ્ટ વ્યવહાર માટે ભારતીય કર્મીને 70,000 પાઉન્ડ વળતર ચૂકવાશે

શ્રીલંકન મેનેજર મધેશ રવિચંદ્રન સાથે ગુલામો જેવો વ્યવહાર કરતો હતો

Tuesday 30th December 2025 09:36 EST
 

લંડનઃ લંડનના કેએફસી આઉટલેટમાં રેસિસ્ટ પક્ષપાત અને ખોટી રીતે નોકરીમાંથી હાંકી કાઢવા માટે ભારતીય નાગરિક મધેશ રવિચંદ્રનને 70,000 પાઉન્ડ વળતર પેટે ચૂકવવા ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે. આઉટલેટના મેનેજર દ્વારા મધેશ સાથે રેસિસ્ટ વ્યવહાર કરાતો હતો.

મૂળ તામિલનાડુના મધેશે ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે, આઉટલેટના શ્રીલંકન મેનેજર દ્વારા મારી સાથે પક્ષપાતી વ્યવહાર કરાતો હતો અને તે મને ગુલામ જેવા અપમાનજનક શબ્દોથી સંબોધતો હતો. જજ પોલ એબોટ્ટે રવિચંદ્રનના આરોપોને સાચા ઠેરવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય હોવાના કારણે રવિચંદ્રનની રજાની વિનંતીઓ મેનેજર દ્વારા નકારી કઢાતી હતી જ્યારે શ્રીલંકન તમિલ કર્મચારીઓને તરત જ રજા આપી દેવાતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter