લંડનઃ આયર્લેન્ડના ડબલિન ખાતે ભારતીય અને અન્ય ઇમિગ્રન્ટ્સ પર વધી રહેલા રેસિસ્ટ હુમલાના વિરોધમાં ભારતીય ડાયસ્પોરાએ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને ભારતીય દૂતાવાસ સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આયર્લેન્ડમાં છેલ્લા એક મહિનામાં 6 ભારતીયો પર હુમલા થયા છે. જેના કારણે ભારતીય સમુદાયમાં ભય પ્રવર્તી રહ્યો છે.


