લંડનઃ મે ફેરમાં આવેલા મિચેલિન સ્ટાર્ડ ભારતીય રેસ્ટોરન્ટ બેનારેસના માલિક વિકાસ નાથ પર મહિલાના ડ્રિંકમાં ડેટ રેપ ડ્રગની મિલાવટ કરવાના આરોપ મૂકાયા છે. પ્રાઇવેટ મેમ્બર ક્લબ ખાતે મંગળવારે પરોઢિયે મહિલાની ફરિયાદના આધારે પોલીસને બોલાવી હતી. પોલીસે 61 વર્ષીય નાથની ધરપકડ કરી હતી. નાથને વેસ્ટમિન્સટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયા હતા. એવો આરોપ મૂકાયો છે કે મહિલા સાથે સેક્સ કરવાના ઇરાદાથી નાથે મહિલાના ડ્રિંકમાં જીબીએલ ડ્રગ ભેળવી દીધું હતું. નાથને કસ્ટડીમાં મોકલી અપાયા છે. તેમના કેસની હવે પછીની સુનાવણી 14 ફેબ્રુઆરીના રોજ થશે.


