લંડનઃ નાઇટ્સબ્રિજમાં રેસ્ટોરન્ટ ચલાવતા 63 વર્ષીય વિકાસ નાથ એક મહિલાના ડ્રિંકમાં ડેટ રેપ ડ્રગ મિલાવતતા ઝડપાઇ ગયા હતા. સાઉથવાર્ક ક્રાઉન કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, એન્નાબેલ્સના સ્ટાફે નાથને મહિલાના માર્ગરિટા ડ્રિંકમાં નશાકારક ડ્રગ મિલાવતા ઝડપી લીધા હતા. મહિલા તે ડ્રિંક પીવે તે પહેલાં સ્ટાફે તેને બદલી નાખ્યું હતું. પોલીસ પહોંચે ત્યાં સુધી નાથે નશાકારક ડ્રગની બોટલ ટોઇલેટમાં ફેંકી દીધી હતી. વિકાસ નાથ યુકે અને સ્પેનમાં ટોચના રેસ્ટોરન્ટના માલિક છે. તેમણે આરોપ કબૂલી લીધો હતો પરંતુ બચાવમાં જણાવ્યું હતું કે, તેનાથી મહિલા રિલેક્સ થઇ જતી. મારો તેની સાથે સેક્સ કરવાનો કોઇ પ્લાન નહોતો. જોકે નાથના ઘરના બેડરૂમમાંથી કેમેરા મળી આવ્યો હતો.


