લંડનઃ રેસ્ટોરન્ટમાં પેપર નેપ્કીન પર લખાયેલું એક વસિયતનામું કોર્ટમાં માન્ય રખાયું છે. ૮૦ વર્ષના ફિલિપ લન્ગાન નામની વ્યક્તિએ મૃત્યુ અગાઉ મેકડોનાલ્ડમાં નેપ્કીન પર પોતાનું વસિયતનામું લખીને પોતાના સાતેય પુત્રો વચ્ચે પોતાની સંપત્તિ સમાન હિસ્સામાં વહેંચી દેવા જણાવ્યું હતું.
કેનેડાના સસ્કાચ્વેન પ્રોવિન્સની કોર્ટમાં નેપ્કીન પર લખાયેલું આ વસિયતનામું રજુ કરાયું ત્યારે કોર્ટે તેને માન્ય રાખ્યું હતું. તેમણે પોતાનું આ વસિયતનામું મેકડોનાલ્ડ રેસ્ટોરાંમાં જમતી વખતે નેપ્કીન પર લખ્યું હતું.