રેસ્ટોરાં સ્ટાફ ટિપ્સની રકમ રાખી શકે તેના નવા નિયમો આવશે

Wednesday 18th May 2022 03:04 EDT
 
 

લંડનઃ ક્વીનના સંબોધનમાં બોરિસ સરકારનું મહત્ત્વપૂર્ણ એમ્પ્લોયમેન્ટ બિલ પડતું મૂકાયું હોવાં છતાં, સરકાર રેસ્ટોરાંને ટીપ્સની રકમ સ્ટાફને સોંપવાની ફરજ પાડી શકે છે. બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી (BEIS) ડિપાર્ટમેન્ટ હોસ્પિટાલિટી બોસીસ કર્મચારીઓની ટિપ્સની રકમ અટકાવી ન શકે તેવી દરખાસ્તો સાથે આગળ વધી રહી હોવાનું કહેવાય છે. હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીના એક મિલિયન વર્કર્સ માટે આ રકમ 200 મિલિયન પાઉન્ડ જેટલી હોઈ શકે છે.

હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી અથવા તો રેસ્ટોરાંમાં વેઈટર્સ સહિતના કર્મચારીઓ માટે સર્વિસ આપવા બદલ ગ્રાહકો દ્વારા ટિપની રકમો આપવામાં આવે છે પરંતુ, માલિકો આ રકમો વર્કર્સને આપતા નથી જેનો વિવાદ અવારનવાર થતો રહે છે. રેસ્ટોરા આ રકમો અટકાવી ન રાખે તે બાબતે કાયદો ઘડવા છેક 2016થી વિચારણા અને વચનો ચાલે છે. એમ્પ્લોયમેન્ટ બિલમાં આ પગલું સમાવાયું હતું પરંતુ, તે બિલ હાલ પડતું મૂકાયું છે.

બીજી તરફ, BEIS હજું પણ ટિપ્સના કાયદાને બદલવા મક્કમ છે. હાઈ સ્ટ્રીટની ચેઈન્સ દ્વારા સ્ટાફને ફાળવાતી રકમની પદ્ધતિઓ બદલી મેનેજમેન્ટને વધુ રકમ મળે અને કિચન સ્ટાફના વેતનોને સબસિડાઈઝ કરી શકાય તેમ કરવામાં આવે છે. નવા નિયમોમાં શું છે તેની વિગતો અને તે ક્યારથી અમલમાં લવાશે તેની કોઈ સ્પષ્ટતા નથી. સરકારે એવો સંકેત આપ્યો છે કે કોઈ બેકબેન્ચ મેમ્બર પ્રાઈવેટ બિલ લાવશે તો પાર્લામેન્ટમાં તે પસાર કરી કાયદો બનાવવામાં આગળ વધી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter