રોકડ નાણા ચૂકવો તો ડોક્ટરને એપોઈન્ટમેન્ટ આપવામાં વાંધો નથી

Friday 24th July 2020 00:29 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારીએ લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી છે. માર્ચ મહિનામાં લોકડાઉન શરુ થયાં પછી કોરોનાના ફેલાવાનું જોખમ ઘટાડવા જનરલ પ્રેક્ટિશનર્સ (GP) દ્વારા ઓનલાઈન અથવા ટેલિફોન દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. હવે સ્થિતિ બદલાઈ છે અને NHS સર્જરીઝ બંધ છે ત્યારે પેશન્ટ રોકડ નાણા આપે તો ફેમિલી ડોક્ટરને એપોઈન્ટમેન્ટ આપવામાં વાંધો નથી જણાતો નથી.

મેઈલ ઓન સન્ડે દ્વારા કરાયેલા ઈન્વેસ્ટિગેશન્સ જણાવે છે કે NHS પેશન્ટ્સને નહિ જોતા કેટલાક ડોક્ટર્સ રોકડ રકમ ચૂકવવા તૈયાર દર્દીને રુબરુ જોવા માટે રાજી છે. પેશન્ટ્સ ૪૯ પાઉન્ડ ચૂકવીને DocTap દ્વારા સંચાલિત પ્રાઈવેટ લંડન ક્લિનિક્સમાં ૧૫ મિનિટની રુબરુ એપોઈન્ટન્ટ મેળવી શકે છે. ૩૦ મિનિટની મુલાકાત માટે ૮૯ પાઉન્ડ ચૂકવવા પડે છે. આમનેસામને એપોઈન્ટમેન્ટ્સ બંધ કરી છે તેવી NHS સર્જરીઝમાં કામ કરતા ફેમિલી ડોક્ટર્સ ખાનગી પ્રેક્ટિસીસ માટે કામ કરે છે જ્યાં તેઓ રોકડ નાણા સામે પેશન્ટને તપાસવામાં ખુશ હોય છે.

DocTapના સ્થાપક ડાન ફેબર તેમની ફર્મ માટે કામ કરતા ડોક્ટરોના વર્તનનો બચાવ કરતા કહે છે કે,‘આ GPs વેતન ધરાવતા NHS ડોક્ટર્સ છે, પ્રેક્ટિસ પાર્ટનર્સ નથી. તેઓ તેમના એમ્પ્લોયર DocTap અથવા તેમની NHS સર્જરીઝની સૂચના હેઠળ કામ કરે છે. તેઓ રુબરુ તપાસ કરે કે ટેલિફોન પર તેનો નિર્ણય તેઓ કરતા નથી.’ કોઈ ડોક્ટર તેમના NHS કોન્ટ્રાક્ટ્સનો ભંગ કરતા હોય તેમ જણાતું નથી કારણકે કરારમાં તેમના કામકાજને NHS અને ખાનગી કામમાં વિભાજન કરવાની છૂટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter