રોકડમાં ચૂકવણીના વિકલ્પ માટે સરકાર દુકાનદારો પર દબાણ કરશે નહીઃ વડાપ્રધાન

રોકડ જનતા માટે મહત્વની છેઃ રિશી સુનાક

Tuesday 05th September 2023 12:05 EDT
 
 

લંડનઃ ગ્રાહકોને રોકડમાં ચૂકવણી કરવાનો વિકલ્પ આપવા સરકાર દુકાનદારો પર દબાણ કરશે નહીં. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે દુકાનદારોએ કેવી રીતે બિઝનેસ કરવો તે થોપી બેસાડવું સરકાર માટે યોગ્ય નથી. જોકે લોકો પાસે રોકડ ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, હું ચાન્સેલર હતો ત્યારે રજૂ કરાયેલા ખરડા સંસદમાં પસાર થઇ ગયાં છે અને લોકોને તેમના રહેઠાણથી 3 માઇલના દાયરામાં રોકડ ઉપલબ્ધ બને તે સુનિશ્ચિત કરાશે. આ માટે રોકડ ઉપલબ્ધ નહીં કરાવતી બેન્કો સામે પગલાં લેવા ફાઇનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટીને સત્તા આપવામાં આવી છે.

રોકડ ઉપલબ્ધ બને તેનો જનતાને કાયદેસરનો અધિકાર છે કે કેમ તેવા સવાલના જવાબમાં સુનાકે જણાવ્યું હતું કે, આ બાબત કેટલી મહત્વની છે તે હું સમજું છું. આપણે પરિવર્તન કરી રહ્યાં છીએ અને ઇલેક્ટ્રોનિક મનીનો ઉપયોગ વધારી રહ્યાં છીએ. આપણે વધુ પ્રમાણમાં ઓનલાઇન આર્થિક વ્યવહારો કરી રહ્યાં છીએ પરંતુ રોકડ પણ લોકો માટે મહત્વની છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter