લંડનઃ રોચડેલમાં બે વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારનાર ગ્રુમિંગ ગેંગ લીડરને 35 વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. બોસમેન તરીકે કુખ્યાત 65 વર્ષીય મોહમ્મદ ઝાહિદે તેની અને તેના મિત્રો સાથે નિયમિત રીતે સેક્સ કરવાની લાલચમાં પોતાના માર્કેટ સ્ટોલમાંથી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે અંડરવેર આપ્યા હતા.
વર્ષ 2001થી 2006 વચ્ચે સગીરાઓ સાથે સંખ્યાબંધ બળાત્કાર કરવા માટે જૂન મહિનામાં 7 નરાધમને દોષી ઠેરવાયાં હતાં. 3 સંતાનોનો પિતા એવો ઝાહિદ પણ તેમાં સામેલ હતો. આ વિદ્યાર્થીઓ 13 વર્ષની હતી ત્યારે ખાલી મકાનો, કાર પાર્કિંગ, એલેવેઝ ખાતે તેમના પર બળાત્કાર ગુજારવામાં આવ્યા હતા.
માન્ચેસ્ટર મિન્સહલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, અપરાધીઓએ આ સગીરાઓને સેક્સસ્લેવ બનાવી રાખી હતી. તેઓ જ્યારે ઇચ્છતા ત્યારે સગીરાઓ સાથે દુષ્કર્મ આચરતા હતા.
બંને સગીરાઓના પારિવારિક જીવનમાં સમસ્યાઓ હતી તેથી તે ડ્રગ્સ અને આલ્કોહોલના રવાડે ચડી ગઇ હતી.
તે ઉપરાંત બોસમેન તરીકે કુખ્યાત મોહમ્મદ ઝાહિદની સાથે સગીરાઓનું શારીરિક શોષણ કરનારા ઓલ્ડહામના 67 વર્ષીય મુસ્તાક એહમદને 27 વર્ષ અને 50 વર્ષીય કાસિર બશિરને 29 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. બશિરને તેની ગેરહાજરીમાં સજાની સુનાવણી કરાઇ હતી કારણ કે જામીન પર મુક્ત થયા બાદ તે યુકેમાંથી ફરાર થઇ ગયો હતો. રોચડેલના ટેક્સી ડ્રાઇવર 44 વર્ષીય મોહમ્મદ શાહઝાદને 26 વર્ષ, 49 વર્ષીય નહીમ અકરમને 26 વર્ષ, 41 વર્ષીય નિસાર હુસેનને 19 વર્ષની કેદ ફટકારવામાં આવી હતી. રોચડેલના 39 વર્ષીય રોહીઝ ખાનને 12 વર્ષની કેદની સજા કરાઇ હતી.
કયા નરાધમને કેટલી સજા
મોહમ્મદ ઝાહિદ – 35 વર્ષ
મુસ્તાક એહમદ – 27 વર્ષ
કાસિર બશિર – 29 વર્ષ
મોહમ્મદ શાહઝાદ – 26 વર્ષ
નહીમ અકરમ – 26 વર્ષ
નિસાર હુસેન – 26 વર્ષ
રોહીઝ ખાન – 12 વર્ષ
ફોટો - મોહમ્મદ ઝાહિદ


