લંડનઃ રોચડેલમાં 3 સગીર કન્યાઓના શારીરિક શોષણના મામલામાં પોલીસે 11 નરાધમો પર આરોપ ઘડ્યાં છે. વર્ષ 2000થી 2006 વચ્ચે 3 કન્યાઓ વિરુદ્ધના કથિત અપરાધોને સંબંધિત 103 આરોપ તેમના પર ઘડાયાં છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે જણાવ્યું હતું કે, બાળકો વિરુદ્ધન જાતીય અપરાધોની તપાસ માટે ચાલી રહેલા ઓપરેશન લિટ્ટોન અંતર્ગત આ અપરાધીઓ સામે આરોપ ઘડાયાં છે.
તે ઉપરાંત 2003થી 2008 વચ્ચે બે સગીર કન્યાઓના શારીરિક શોષણ માટે રોચડેલની વધુ એક ગ્રુમિંગ ગેંગ સામે 74 આરોપો ઘડાયાં છે. જેમાં અમજદ મોહમ્મદ (50) પર 22, શેરાઝ હુસેન (39) પર 12, મોહમ્મદ ઝાહેદ (36) પર 6, શકીલ એહમદ (40), ખાલિદ મહમૂદ (39), ઇરફાન કુરબાન (43), અરશદ મોહમ્મદ (53), નાવીદ અનવર (38) અને ગુલનવાઝ ખાન (40) ઉપર પણ સગીર કન્યા પર બળાત્કાર અને શારીરિક શોષણના આરોપ મૂકાયા છે.
ગ્રુમિંગ ગેંગ
મોહમ્મદ સલીમ (44) – બ્રેડલી સ્મીધી ક્લોઝ, રોચડેલ – સગીર કન્યા પર બળાત્કાર સહિત 8 આરોપ
સકલેન શાહ (44) – ક્રાફોર્ડ સ્ટ્રીટ, રોચડેલ – સગીર કન્યા સાથે શારીરિક સંબંધના બે આરોપ
મોહમ્મદ શેહઝાદ (42) – બેસવિક રોય્ડ્સ સ્ટ્રીટ – બળાત્કાર, માનવ તસ્કરી, સગીર કન્યા સાથે શારીરિક સંબંધ સહિતના 16 આરોપ
નિસાર હુસેન (39) – ન્યૂફિલ્ડ ક્લોઝ રોચડેલ – બાળકોની અશ્લિલ તસવીરો બનાવવી, માનવ તસ્કરી સહિતના 3 આરોપ
નાહીમ અકરમ (46) – મેનલે રોડ, રોચડેલ – સગીર કન્યા પર બળાત્કાર સહિતના 10 આરોપ
મોહમ્મદ ઝાહિદ (62) – સ્ટેશન રોડ, ક્રમ્પસાલ – સગીર કન્યા પર બળાત્કાર, માનવ તસ્કરી, શારીરિક સંબંધો સહિતના 32 આરોપ
રોહિઝ ખાન (37) – એટહોલ સ્ટ્રીટ, રોચડેલ – સગીર કન્યા પર બળાત્કાર અને શારીરિક સંબંધ સહિતના 3 આરોપ
અરફાન ખાન (39) – ગ્રૌસ સ્ટ્રીટ, રોચડેલ – સગીર કન્યા પર બળાત્કાર અને શારીરિક સંબંધના 4 આરોપ
કસિર બશિર(48) – નેપિયર સ્ટ્રીટ, ઓલ્ધામ - સગીર કન્યા પર બળાત્કાર અને શારીરિક સંબંધના 6
આરોપ
મુસ્તાક એહમદ (65) – કોરોના એવન્યૂ, ઓલ્ધામ - સગીર કન્યા પર બળાત્કાર અને શારીરિક સંબંધના 6 આરોપ


