લંડનઃ એન્ફોર્સમેન્ટ સ્કેવોડ દ્વારા દેશમાંથી દરરોજ ૪૦ ગેરકાયદે વિદેશીઓની ધરપકડ કરવામાં આવે છે. સ્ક્વોડ દ્વારા ભારતીય અને ચાઇનીઝ રેસ્ટોરાં, પેટ્રોલ સ્ટેશન અને કાર વોશના સ્થળે દરોડ પાડવામાં આવે છે અને ત્યાં ગેરકાયદે કામ કરતા વિદેશીઓને પકડવામાં આવે છે. હોમ ઓફિસના આંકડા મુજબ જ્યાં ગેરકાયદે વિદેશી નાગરિકો કામ કરતા હતા તે ભારતીય, પાકિસ્તાની અને શ્રીલંકન રેસ્ટોરાંમાં ૧ મિલિયન પાઉન્ડ અને તથા ચાઇનીઝ અને ટેકઅવેમાં પાંચ લાખ પાઉન્ડનો દંડ બાકી દર્શાવે છે.