લંડનઃ લ્યો કરી લો વાત.... રોધરહામના નવા મેયર રૂક્સાના ઇસ્માઇલ અંગ્રેજી જ બોલી શક્તાં નથી. જેના કારણે જનતામાં રોષ ફાટી નીકળ્યો છે. ઇંગ્લિશ ટાઉનમાં મેયર તરીકે સેવા આપનાર વ્યક્તિ માટે અંગ્રેજી બોલવું મહત્વની લાયકાત ગણાય છે.
દેશની ભાષા ન બોલી શકનાર પાકિસ્તાની મૂળના રૂક્સાના ઇસ્માઇલે ભાષાંતરકારના માધ્યમથી જણાવ્યું હતું કે, હું ફક્ત પાકિસ્તાની સમુદાયનું નહીં પરંતુ સમાજના તમામ વર્ગનું પ્રતિનિધિત્વ કરી રહી છું.
રૂકસાનાની મેયરપદે નિયુક્તિએ ઘણા વિવાદ સર્જ્યાં છે કારણ કે તેમને મતદારો તરફથી એકપણ મત હાંસલ થયો નથી. તેના સ્થાને તેમને કાઉન્સિલ વોટ દ્વારા મેયરપદે નિયુક્ત કરાયાં છે. જે યુકેની રાજનીતિમાં રહેલી ખામીઓ ઉજાગર કરે છે.