બ્રિટન હિન્દ મહાસાગરમાં યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટ કેરિયર મોકલશે

Tuesday 16th January 2024 12:14 EST
 
 

લંડનઃ ભારત અને યુકે વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી બ્રિટન 2024માં તેના યુદ્ધ જહાજો અને 2025માં વિમાનવાહક જહાજ હિન્દ મહાસાગરમાં મોકલશે. બ્રિટિશ જહાજો ભારતીય નેવી સાથે મળીને સંયુક્ત તાલીમની સાથે અન્ય ઓપરેશનો પણ હાથ ધરશે.

બ્રિટનના સંરક્ષણ મંત્રી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે, રોયલ નેવીનું લિટ્ટોરલ રિસ્પોન્સ ગ્રુપ આ વર્ષે અને કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ આગામી વર્ષે હિન્દ મહાસાગરની મુલાકાત લેશે. એ વાતમાં કોઇ શંકા નથી કે વિશ્વમાં સ્પર્ધા વધી રહી છે ત્યારે ભારત જેવા મહત્વના ભાગીદાર જેશો સાથે વ્યૂહાત્મક સંબંધોનું નિર્માણ જારી રાખવું જોઇએ. ભારત અને બ્રિટન એક સમાન સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યાં છે. બંને દેશ ઇન્ડો-પેસિફિક રિજિયનની સ્વતંત્રતા જાળવી રાખવા પ્રતિબદ્ધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter