રોયલ મિન્ટ ઇ-વેસ્ટમાંથી સોનુ એકઠું કરશે, વેલ્સમાં પ્લાન્ટ સ્થપાયો

Tuesday 13th August 2024 11:44 EDT
 

લંડનઃ યુકેમાં ચલણી સિક્કા બનાવતી રોયલ મિન્ટે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી સોનું એકઠું કરવાનો પ્રારંભ કર્યો છે. આ માટે વેલ્સમાં કંપની દ્વારા એક મોટો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. કંપની જૂના સરકિટ બોર્ડમાંથી સોનું કાઢવાનું કામ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે જૂના મોબાઇલ ફોન, કોમ્પ્યુટર અને ટીવીથી માંડીને અન્ય ઇ-વેસ્ટ પર્યાવરણ માટે માથાના દુઃખાવા સમાન સમસ્યા છે. યુએનના રિપોર્ટ અનુસાર 2022માં 62 મિલિયન ટન ઇવેસ્ટ ફેંકી દેવાયો હતો.

રોયલ મિન્ટના પ્લાન્ટમાં હવે ઇવેસ્ટમાંથી નીકળતા સરકિટ બોર્ડમાંથી સોનુ એકઠું કરવાની પ્રક્રિયા કરાશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter