લંડનઃ સ્વ. ક્વીન એલિઝાબેથ દ્વિતીયની 100મી જન્મજયંતિ નિમિત્તે રોયલ મિન્ટે 5 પાઉન્ડનો નવો સિક્કો જારી કર્યો છે. 2026માં રોયલ મિન્ટ દ્વારા દેશની કેટલીક માઇલસ્ટોન એનિવર્સરી નિમિત્તે પાંચ નવી ડિઝાઇનના સિક્કા જારી કરવામાં આવ્યા છે.
બ્રિટનમાં ગ્રાન્ડ પ્રિક્સની 100મી એનિવર્સરી અને કિંગ્સ ટ્રસ્ટના 50 વર્ષ નિમિત્તે 50 પેન્સના બે નવા સિક્કા જારી કરવામાં આવ્યાં છે. તે ઉપરાંત ઝૂઓલોજિકલ સોસાયટી લંડનના 200 વર્ષ નિમિત્તે 2 પાઉન્ડનો અને એચએમએસ બીગલની 200મી એનિવર્સરી નિમિત્તે 2 પાઉન્ડનો નવો સિક્કો જારી કરાયો છે.


