રોયલ મેઇલ અને યુનિયનના મંત્રણાકારો વચ્ચે સમાધાન

આગામી સપ્તાહમાં યુનિયનમાં સમાધાન પર મતદાન

Tuesday 18th April 2023 12:56 EDT
 

લંડન

રોયલ મેઇલના કર્મચારીઓ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલી હડતાળોનો અંત નજીકમાં દેખાઇ રહ્યો છે. રોયલ મેઇલ અને કોમ્યુનિકેશન વર્કર્સ યુનિયન વચ્ચે સમાધાન સધાઇ ચૂક્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. બંને વચ્ચે પગાર વધારા અને નોકરીની શરતો અંગે સમાધાન થયું છે. યુનિયનના હોદ્દેદારો હવે આગામી સપ્તાહ પર રોયલ મેઇલ સાથેના સમાધાન પર ચર્ચા કરશે અને જો આ સમાધાનને સ્વીકારી લેવાશે તો તેના પર યુનિયનના સભ્યો દ્વારા મતદાન કરાશે. સમાધાનની વિગતો પણ આગામી સપ્તાહમાં જારી કરાશે. રોયલ મેઇલ અને યુનિયન દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, લગભગ એક વર્ષ ચાલેલી મંત્રણા બાદ અમે એક સૈદ્ધાંતિક સમાધાન પર પહોંચી શક્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter