હેડિંગઃ
લંડનઃ રોયલ મેઇલ દ્વારા બ્રિટિશ સંસ્કૃતિમાં પ્રચલિત દંતકથાઓના પાત્રો પર આધારિત ટપાલ ટિકિટો જારી કરવામાં આવી છે. ટપાલ ટિકિટોની ડિઝાઇન લંડન સ્થિત એડમ સિમ્પસન દ્વારા તૈયાર કરાઇ હતી. આઠ ટપાલ ટિકિટ યુકેના વિવિધ પ્રદેશોમાં પ્રચલિત દંતકથાઓના વારસાને પ્રદર્શિત કરે છે. 27 માર્ચથી તેનું વેચાણ શરૂ કરાયું છે.