લંડનઃ રોયલ મેઇલ દ્વારા બિઝનેસ એકાઉન્ટ કસ્ટમર્સ પર ગ્રીન સરચાર્જ લદાયો છે. સોમવારથી બિઝનેસ એકાઉન્ટ કસ્ટમર્સની ડિલિવરી પર નવો 2 પેન્સનો ગ્રીન સરચાર્જ લાગુ થયો છે. રોયલ મેઇલની દલીલ છે કે આ ગ્રીન સરચાર્જ તેને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પગલાં લેવામાં મદદરૂપ થશે. જોકે ગ્રાહકો પર આ ચાર્જ સીધો લાગુ કરાયો નથી પરંતુ કેટલાક બિઝનેસ આ ભારણ તેમના ગ્રાહકો પર લાદી શકે છે. નવેમ્બરના આગામી દિવસોમાં બિઝનેસ એકાઉન્ટ કસ્ટમર્સને લેટર્સ પર 5 પેન્સ અને પાર્સલ પર 10 પેન્સ ગ્રીન સરચાર્જ ચૂકવવાની ફરજ પાડવામાં આવે તેવી પણ સંભાવના છે. તેનો અમલ 20મી નવેમ્બરથી થશે અને ક્રિસમસ ડિલિવરી પૂરી થયા બાદ એટલે કે 7મી જાન્યુઆરીએ અંત આવશે.
2 પેન્સનો ગ્રીન સરચાર્જ
- સવારે 9, બપોરે 1 અને દિવસના અંતે રોયલ મેઇલની સ્પેશિયલ ડિલિવરી પર
- રોયલ મેઇલ ટ્રક્ડ 24 અને રોયલ મેઇલ ટ્રેક્ડ 48 પર
- રોયલ મેઇલ 24 અને રોયલ મેઇલ 48 પર
- સ્પેશિયલ ડિલિવરી ગેરેંટેડ રિટર્ન પર
- રોયલ મેઇલ ટ્રેક્ડ રિટર્ન પર
5 પેન્સનો પીક સરચાર્જ
- રોયલ મેઇલ 24 અને રોયલ મેઇલ 48 લાર્જ લેટર્સ પર
- બિઝનેસ એકાઉન્ડ હોલ્ડર દ્વારા મોકલાયેલ રોયલ મેઇલ ટ્રેક્ડ 24 લેટર બોક્સેબલ પ્રોડક્ટ્સ પર
- બિઝનેસ એકાઉન્ડ હોલ્ડર દ્વારા મોકલાયેલ રોયલ મેઇલ ટ્રેક્ડ 48 લેટર બોક્સેબલ પ્રોડક્ટ્સ પર
પોસ્ટ ઓફિસમાં ઓવર ધ કાઉન્ટર પાર્સલ મોકલી શકાશે
પોસ્ટ ઓફિસના ગ્રાહકો હવે ડીપીડી અને એવરી ડિલિવરી સર્વિસનો ઉપયોગ કરીને ઓવર ધ કાઉન્ટર પાર્સલ મોકલી શકશે. ક્રિસમસના સમયગાળા માટે પસંદગીના સ્ટોર્સ ખાતે આ નવી સેવા ઉપલબ્ધ થશે. 360 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર પોસ્ટ ઓફિસ દ્વારા આ સેવાની ઓફર અપાઇ છે. જોકે નાના અને ગ્રામીણ વિસ્તારમાં આ સેવાનો તાત્કાલિક લાભ નહીં મળે.


