રોયલ મેઇલ નવા વર્ષથી પાર્સલ લોકર સેવાનો પ્રારંભ કરશે

ગ્રાહકો સુવિધા પ્રમાણે ગમે ત્યારે પાર્સલ મેળવી શકશે

Tuesday 17th December 2024 09:58 EST
 

લંડનઃ રોયલ મેઇલ એમેઝોન જેવી કંપનીઓ સામે સ્પર્ધામાં ટકી રહેવા નવા વર્ષથી પાર્સલ લોકરની સુવિધા શરૂ કરશે. 2025ના પ્રારંભે 250 પાર્સલ લોકરનો સેન્ટ્રલ લંડન સ્થિત કંપનીના માઉન્ટ પ્લિઝ્ટ મેઇલ સેન્ટરથી પ્રારંભ કરાશે.

પાર્સલ લોકર ડિલિવરી ઓફિસોની બહાર મૂકાશે અને થર્ડ પાર્ટી રિટેલર્સ ગ્રાહકોને પાર્સલ મોકલવા માટે 24 કલાક સેવા આપશે. રોયલ મેઇલે જણાવ્યું હતું કે, લોકર સર્વિસને નજીકના ભવિષ્યમાં પાર્સલ કલેક્શન વિસ્તારવાની પરવાનગી અપાશે. તેનો અર્થ એ થયો કે ગ્રાહકો તેમની સુવિધા પ્રમાણે લોકરમાંથી પાર્સલ લઇ શકશે. તેમને ઘર આંગણે ડિલિવરીની રાહ જોવી પડશે નહીં.

ટપાલમાં સતત થઇ રહેલા ઘટાડાના કારણે રોયલ મેઇલ હવે પાર્સલ સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. છેલ્લા બે દાયકામાં ટપાલની સંખ્યા 20 બિલિયનથી ઘટીને 7 બિલિયન પ્રતિ વર્ષ પર આવી ગઇ છે. રોયલ મેઇલની 70 ટકા આવક પાર્સલ સર્વિસમાંથી આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter