રોયલ મેઇલ સપ્તાહમાં પાંચ અથવા 3 દિવસ લેટર ડિલિવરી કરી શકેઃ ઓફકોમ

રોયલ મેઇલમાં સુધારા માટે રેગ્યુલેટર ઓફકોમે બે પ્રસ્તાવ રજૂ કર્યા

Tuesday 30th January 2024 11:50 EST
 
 

લંડનઃ ઇન્ડસ્ટ્રી રેગ્યુલેટર ઓફકોમે રજૂ કરેલા સુધારા અનુસાર રોયલ મેઇલ સપ્તાહમાં પાંચ અથવા 3 દિવસ પોસ્ટની ડિલિવરી કરી શકે છે. આમ કરવાથી રોયલ મેઇલ મોટી બચત કરી શકશે. ઓફકોમે રોયલ મેઇલની કામગીરીમાં સુધારા માટે રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે સુધારા કર્યા વિના રોયલ મેઇલ ધરાશાયી થઇ શકે છે.

ઓફકોમે રોયલ મેઇલ માટે બે સંભવિત પ્રસ્તાવ રજૂ કર્યાં છે જેમાં રોયલ મેઇલ લેટર ડિલિવરી સપ્તાહમાં પાંચ અથવા 3 દિવસ કરી શકે છે. જો રોયલ મેઇલ સપ્તાહમાં પાંચ દિવસ ડિલિવરી કરે તો તે 100થી 200 મિલિયન પાઉન્ડની બચત કરી શકશે અને જો 3 દિવસ લેટર ડિલિવરી કરે તો 400થી 650 મિલિયન પાઉન્ડની બચત કરી શકશે.

જોકે રોયલ મેઇલમાં આ સુધારા અમલી બનાવવા માટે સરકારે કાયદામાં સુધારો કરવો પડશે અને ડાઉનિંગ સ્ટ્રીટ કહી ચૂકી છે કે 6 દિવસ લેટર ડિલિવરી મહત્વની છે અને સરકાર સપ્તાહમાં પાંચ દિવસ ડિલિવરીના પક્ષમાં નથી.

બીજો વિકલ્પ લેટર ડિલિવરીનો સમય લંબાવવા અંગેનો છે. તેનો અર્થ એ થયો કે લેટરની ડિલિવરીમાં 3 કરતાં વધુ દિવસ લાગી શકે છે. જોકે નેક્સ્ટ ડે ડિલિવરીનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ દ્વારા રોયલ મેઇલ 150થી 650 મિલિયન પાઉન્ડ બચાવી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter