રોયલ મેઇલ સમગ્ર યુકેમાં 8000 નવી બ્રાન્ચ શરૂ કરશે

કલેક્ટ પ્લસ સ્ટોર્સ રોયલ મેઇલ શોપ્સ તરીકે કામ કરશે

Tuesday 07th October 2025 10:41 EDT
 
 

લંડનઃ રોયલ મેઇલ 43.9 મિલિયન પાઉન્ડની ડીલ અંતર્ગત સમગ્ર યુકેમાં હજારો નવી બ્રાન્ચ ખોલવાની તૈયારી કરી રહી છે જે અંતર્ગત 8000 જેટલા કલેક્ટ પ્લસ કન્વિનિયન્સ સ્ટોર્સને રોયલ મેઇલ શોપ્સ તરીકે રિબ્રાન્ડ કરાશે. આ સ્ટોર્સ ટપાલ એકઠી કરવા, ડિલિવરી કરવા અને પાર્સલ રિટર્ન કરવા જેવી સેવાઓ આપશે.

તે ઉપરાંત આ બ્રાન્ચો પહેલીવાર રોયલ મેઇલ પોસ્ટેજનું વેચાણ કરશે. સાંજના સમયે અને સપ્તાહાંતમાં પણ મોડે સુધી આ સ્ટોર્સ ખુલ્લાં રહેશે. કલેક્ટ પ્લસમાં 43.9 મિલિયન પાઉન્ડના રોકાણ સાથે 49 ટકા હિસ્સો ખરીદી લીધા બાદ રોયલ મેઇલના માલિક ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિઝે આ જાહેરાત કરી છે.

રોયલ મેઇલના સીઇઓ એલિસ્ટર કોચરેને જણાવ્યું હતું કે, રોયલ મેઇલ શોપ બ્રાન્ડ અમારા ગ્રાહકોની પાર્સલ સેવાની જરૂરીયાતોને સંતોષશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter