રોયલ મેઇલ હોસ્પિટલ અને જીપી લેટર્સ પડતા મૂકવા સૂચના આપતી હોવાનો આરોપ

રોયલ મેઇલના પિરામિડ ફ્રેમવર્કમાં સ્પેશિયલ ડિલિવરી, પાર્સલ અને ટ્રેક્ડ આઇટમ્સને ટોચની પ્રાથમિકતા અપાતી હોવાનો યુનિયનનો દાવો

Tuesday 31st March 2026 10:22 EDT
 
 

લંડનઃ ટ્રેડ યુનિયનના નેતાઓએ દાવો કર્યો છે કે રોયલ મેઇલના કર્મચારીઓને પાર્સલને પ્રાથમિકતા આપવા માટે એનએચએસ અને જીપીના લેટર્સને પડતા મૂકવાની સૂચના અપાય છે. કોમ્યુનિકેશન વર્કર્સ યુનિયને સાંસદોને જણાવ્યું હતું કે, પોસ્ટલ વર્કર્સને પિરામિડ ફ્રેમવર્ક આપવામાં આવે છે જેમાં તેમને સૂચના અપાય છે કે કઇ ડિલિવરીને પ્રાથમિકતા આપવી.

યુનિયને જણાવ્યું હતું કે, સ્પેશિયલ ડિલિવરીને ટોચની પ્રાથમિકતા આપવાની હોય છે. ત્યારબાદ પાર્સલ અને ટ્રેક કરી શકાય તેવી આઇટમનો નંબર આવે છે. તેના પછી ફર્સ્ટ ક્લાસ મેઇલ અને છેલ્લે સેકન્ડ ક્લાસ મેઇલને ડિલિવર કરવામાં આવે છે.

જોકે રોયલ મેઇલે આ આરોપ ફગાવી દેતાં જણાવ્યું હતું કે, પિરામિડના આ સેક્શનમાં ફર્સ્ટ ક્લાસ પાર્સલ, લેટર્સ અને 24 કલાક ટ્રેક્ડ આઇટમ્સને એટલી જ પ્રાથમિકતા અપાય છે.

યુનિયનના ડેપ્યુટી જનરલ સેક્રેટરી માર્ટિન વોલ્શે બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીને જણાવ્યું હતું કે, રોયલ મેઇલ કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. કર્મચારીઓ અત્યારે પડકારજનક સ્થિતિમાં પણ અત્યંત કપરી મહેનત કરી રહ્યાં છે કારણ કે તેઓ દરરોજના ટાર્ગેટને પહોંચી વળી શક્તા નથી. પિરામિડ પ્રોસેસના કારણે ડિલિવરીમાં વિલંબ થઇ રહ્યો છે. તમામ કર્મચારીઓ લક્ષ્યાંક પુરો કરવા માગે છે અને તેઓ તેમના કસ્ટમરને સારી રીતે ઓળખતા હોય છે. જ્યારે તેમને એમ કહેવામાં આવે છે કે જીપી અને હોસ્પિટલના લેટર્સ પડતા મૂકવા કહેવાય છે ત્યારે તેમને ઘણો રોષ ચડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter