લંડનઃ રોયલ મેઇલના ચીફ એક્ઝિક્યુટિવ સાયમન થોમ્પસન આગામી થોડા સપ્તાહમાં રાજીનામુ આપે તેવી સંભાવના છે. રોયલ મેઇલના યુનિયનો દ્વારા થોમ્પસન પર કર્મચારીઓ અને રોયલ મેઇલ વચ્ચે કડવાશભર્યા વિવાદો ઊભા કરવાના આરોપો મૂકાયા છે. હાઉસ ઓફ કોમન્સની સિલેક્ટ કમિટીમાં તેમણે હાજરી આપ્યા બાદ તેમની વિશ્વસનિયતા પર પણ સવાલો ઉઠી રહ્યાં છે.
અખબારી અહેવાલો અનુસાર સાયમન થોમ્પસન આ સપ્તાહમાં જ રાજીનામાની જાહેરાત કરે તેવી સંભાવના છે. ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસના બોર્ડના કેટલાક સભ્યોએ નવી નેતાગીરીની માગ કરી છે. કેટલાક સૂત્રોના જણાવ્યા અનુસાર થોમ્પસન છેલ્લા કેટલાક સપ્તાહથી તેમની કામગીરીથી અળગા થઇ ગયા છે.


