લંડનઃ નિયમોમાં બદલાવના કારણે રોયલ મેઇલની આકરી ટીકા કરવામાં આવી રહી છે. આવી રહેલા બદલાવોના કારણે પોસ્ટ માસ્ટરો પણ મૂંઝવણમાં છે. ઓફકોમે પત્રોની ડિલિવરીના દિવસો પાંચ કે 3 કરવા સહિતના રોયલ મેઇલને વિકલ્પ આપ્યાં છે. કાર્ડોલોડીના કોફાઉન્ડર ડેવિક ફોકનરે જણાવ્યું હતું કે, આ બાબત ભયભીત કરનારી છે. પોસ્ટલ સેવા ખર્ચાળ બનવાની સાથે આધારવિહોણી પણ બની રહી છે.
વૂડમેન્સ્ટ્રીન પબ્લિકેશનના મેનેજિંગ ડિરેક્ટર શેથ વૂડમેન્સ્ટ્રીને ચેતવણી આપી છે કે રોયલ મેઇલ તેની રોજિંદી કામગીરીમાં નિષ્ફળ જઇ રહી છે. તે લક્ષ્યાંક પ્રમાણેની ડિલિવરી પણ કરી શક્તી નથી. તેના કારણે જનતાનો વિશ્વાસ ગુમાવી રહી છે. હું ઇચ્છું છું કે રોયલ મેઇલમાં તાકિદના બદલાવ આવે.
તેમણે જણાવ્યું હતું કે, જો રોયલ મેઇલની કામગીરીમાં યુનિયનોના હસ્તક્ષેપને દૂર કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ભયજનક બની રહેશે. જનતા રોયલ મેઇલની કામગીરીથી હતાશ છે. ડિલિવરીની સંખ્યા ઘટી રહી છે અને ખર્ચ વધી રહ્યો છે.