રોયલ મેઇલને 77 મિલિયન પાઉન્ડનો ચૂનો ચોપડનાર નરિન્દર સંધુને 4 વર્ષની કેદ

Tuesday 13th February 2024 12:21 EST
 
 

લંડનઃ રોયલ મેઇલને 77 મિલિયન પાઉન્ડનો ચૂનો ચોપડનાર 62 વર્ષીય નરિન્દર સંધુને 4 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. રોયલ મેઇલ સાથે છેતરપિંડી આચરનાર સંધુ બકિંગહામશાયરમાં મલ્ટી મિલિયન પાઉન્ડનું મેન્સન, બેન્ટલી અને રોલ્સ રોય્સ જેવી લક્ઝરી કારોનો માલિક છે. પેક પોસ્ટ ઇન્ટરનેશનલ લિમિટેડનો માલિક અને ડિરેક્ટર સંધુએ 2005થી રોયલ મેઇલ સાથે છેતરપિંડી શરૂ કરી હતી. 2008થી 2017 સુધી આ કાર્યમાં સંધુને તેના ભાઇ પરમજિત સંધુ અને જેમ્સ મૂનીએ સાથ આપ્યો હતો.

આ ત્રિપુટી રોયલ મેઇલને ચૂનો ચોપડવા માટે ક્વોન્ટિટી, વેઇટ, ક્લાસ અને ડેસ્ટિનેશન અંગેના ખોટા દાવા કરીને નાણા પડાવતા હતા. નરિન્દરને 4 વર્ષની કેદ જ્યારે પરમજિત અને મૂનીને સસ્પેન્ડેડ કેદની સજા અપાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter