લંડનઃ ચેકોસ્લોવાકિયાના અબજોપતિ ડેનિયલ ક્રેટિન્સ્કીએ રોયલ મેઇલ ખરીદવા માટે 3 બિલિયન પાઉન્ડની ઓફર આપી હતી જોકે રોયલ મેઇલની માલિકી ધરાવતી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિઝ (આઇડીએસ)એ સેઇન્સબરી અને વેસ્ટ હામ ફૂટબોલ ક્લબમાં હિસ્સો ધરાવતા ચેક અબજોપતિની ઓફર નકારી કાઢી હતી.
ડેનિયલના ઇપી ગ્રુપે જણાવ્યું હતું કે, અમે આઇડીએસને 9મી એપ્રિલે ઓફર આપી હતી પરંતુ આઇડીએસએ તે માટે ઇનકાર કરી દીધો હતો. ડેનિયલે એક શેર દીઢ 320 પેન્સની ઓફર આપી હતી. ડેનિયલની ઓફર બાદ આઇડીએસના શેર 29 ટકા ઉછળીને 276 પેન્સ પર પહોંચી ગયા હતા.


