લંડનઃ નેટફ્લિક્સની હીટ સાયન્સ ફિક્શન સીરિઝ સ્ટ્રેન્જર થિંગ્સ પૂરી થવા નિમિત્તે રોયલ મેઇલે 14 સ્ટેમ્પનો સ્પેશિયલ સેટ જારી કર્યો છે. સીરિઝનો અંતિમ એપિસોડ નવા વર્ષના દિવસે રિલિઝ કરાયો હતો. સ્ટેમ્પની ડિઝાઇન બ્રિટિશ આર્ટિસ્ટ કાયલે લેમ્બર્ટ દ્વારા તૈયાર કરાઇ છે. લેમ્બર્ટે જ સીરિઝના સત્તાવાર પોસ્ટર પણ ડિઝાઇન કર્યાં હતાં. સ્ટેમ્પમાં સીરિઝની તમામ પાંચ સિઝનનો ઉલ્લેખ કરાયો છે. 13 જાન્યુઆરીથી સ્ટેમ્પ સેટનું સત્તાવાર વેચાણ શરૂ કરાશે. તેની કિંમત 24.70 પાઉન્ડ રાખવામાં આવી છે.


