રોલ્સ રોયસની £૪.૬ બિલિયનની વિક્રમી ખોટ

Wednesday 22nd February 2017 05:28 EST
 
 

લંડનઃ પ્રખ્યાત બ્રિટિશ એન્જિન મેકર રોલ્સ રોયસે વર્ષ ૨૦૧૬માં રેકોર્ડબ્રેક ૪.૬ બિલિયન પાઉન્ડ એટલે કે આશરે રૂ. ૩૩૩ અબજની ખોટ કરી છે. આ કંપનીએ બ્રેક્ઝિટના કારણે નુકસાન અને ભ્રષ્ટાચારના કારણે થયેલા દંડના કારણે આટલું જંગી નુકસાન કર્યું હોવાનું કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું.

જોકે, કરવેરો ભર્યા પછી રોલ્સ રોયસના નુકસાનનો આંકડો વધારે ઊંચો જાય છે. વર્ષ ૨૦૧૫માં રોલ્સ રોયસે ફક્ત ૮૪ મિલિયન પાઉન્ડનો નફો કર્યો હતો, જેનાથી આગળના વર્ષે નુકસાનનો આંકડો આટલો ઊંચે પહોંચ્યો હતો. બ્રેક્ઝિટની તરફે જનમત પછી યુરોપના અન્ય ચલણોની સરખામણીએ પાઉન્ડનું મૂલ્ય ઘટયું હતું. આ ઉપરાંત રોલ્સ રોયસને ભ્રષ્ટાચારના એક કેસમાં ૬૭૧ મિલિયન પાઉન્ડનો જંગી દંડ ફટકારાયો હતો.

લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી આ કંપની એરબસ અને બોઇંગ એરક્રાફ્ટના એન્જિન બનાવવા પણ જાણીતી છે. રોલ્સ રોયસ જમીન અને દરિયાઇ વાહનોની પાવર સિસ્ટમ પણ બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter