લંડનઃ પાકિસ્તાનની મુલાકાત લઈને પરત ફરેલા 20 વર્ષીય પાકિસ્તાની યુવકની તપાસ દરમિયાન તેની પાસેથી ઇસ્લામિક આતંકવાદી સામગ્રી મળી આવતા લંડનની અદાલતે તેને પ્રતિબંધિત સામગ્રી રાખવા અને અન્ય લોકો સાથે શેર કરવા બદલ દોષિત જાહેર કર્યો છે. લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટમાં બે સપ્તાહ સુધી ચાલેલી સુનાવણી બાદ શુજા મોહસિનને કસૂરવાર ઠેરવવામાં આવ્યો છે. તેને આગામી 14 ઓગસ્ટના રોજ સજાની સુનાવણી કરાશે.
મોહસિન તાલિબાન, હમાસ અને આઇએસઆઇએસ જેવા આતંકી સંગઠનો સાથે જોડાયેલા ઓનલાઇન ચેટ ગ્રૂપ્સમાં પણ સક્રિય હતો. તપાસકર્તાઓને તેના ડિજિટલ ડિવાઇસમાંથી બોમ્બ બનાવવાનું મેન્યુઅલ અને આઇએસઆઇએસ દ્વારા કરવામાં આવતી હત્યાઓના વીડિયો મળી આવ્યા છે. જાન્યુઆરી 2024માં મોહસિન પાકિસ્તાનથી પરત ફરી રહ્યો હતો ત્યારે હીથ્રો એરપોર્ટ પર કાઉન્ટર ટેરરિઝમ ઓફિસરોએ તેની અટકાયત કરી હતી.

