લંડનઃ મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, 30 ડિસેમ્બર 2024ના રોજ સાઉથ-ઇસ્ટ લંડનના એક મકાનમાંથી 5,00,000 પાઉન્ડના સોનાના ઘરેણાની ચોરી થઇ હતી. પોલીસે ચોરાયેલા ઘરેણાની તસવીરો જારી કરી છે જેથી તેની ઓળખ કરી શકાય. પોલીસે જણાવ્યું હતું કે, ચોરીની રકમ મોટી છે તેમજ સાથે સાથે આ ઘરેણા સાથે પારિવારિક વારસાની સંવેદનાઓ પણ સંકળાયેલી છે. તેથી તે અમૂલ્ય બની જાય છે. પોલીસ આ મામલામાં 3 આરોપીની શોધખોળ કરી રહી છે. તેઓ બાથરૂમની વિન્ડો દ્વારા મકાનમાં ઘૂસ્યા હતા. આ ઘરેણા પરિવાર પાસે ઘણી પેઢીઓથી હોવાનું મનાય છે.