લંડન બન્યું મોબાઇલ ફોન ચોરીનું હોટસ્પોટ, 2022માં 90,864 મોબાઇલની ચોરી

સૌથી વધુ 25,899 મોબાઇલ ફોન વિસ્ટમિન્સ્ટર વિસ્તારમાંથી ચોરાયાં

Tuesday 18th April 2023 13:08 EDT
 

લંડન

લંડનમાં દર છ મિનિટે એક મોબાઇલ ફોનની ચોરી થતી હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. પોલીસ દ્વારા પૂરી પડાયેલી માહિતી અનુસાર ગયા વર્ષે રાજધાની લંડનમાં કુલ 90,864 મોબાઇલ ફોન ચોરાયા હતા. તેનો અર્થ એ થયો કે લંડનમાં પ્રતિ દિવસ 250 મોબાઇલ ફોનની ચોરી નોંધાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર વેસ્ટમિન્સ્ટર લંડનમાં મોબાઇલ ફોનની ચોરી માટે હોટસ્પોટ ગણાય છે. 2022માં વેસ્ટમિન્સ્ટરમાં 25,899 મોબાઇલ ફોન ચોરાયાં હતાં જે લંડનમાંથી ચોરાયેલા કુલ મોબાઇલના 30 ટકા છે. વેસ્ટમિન્સટર બાદ બીજા સ્થાને કેમડેનનો નંબર આવે છે. અહીં એક વર્ષમાં 7900 મોબાઇલ ફોન ચોરાયાં હતાં. સૌથી ઓછા બેક્સલે વિસ્તારમાં 432 ફોનની ચોરી નોંધાઇ હતી.

આંકડા દર્શાવે છે કે મોબાઇલ ફોનચોરાઇ ગયા બાદ તે પરત મળવાની શક્યતા નહીંવત રહેલી છે. ગયા વર્ષે લંડનમાં ચોરાયેલા કુલ પૈકીના ફક્ત બે ટકા મોબાઇલ ફોન પાછા મેળવી શકાયા હતા. હીઝ મેજેસ્ટીઝ ઇન્સ્પેક્ટોરેટ ઓફ કોન્સ્ટેબ્યુલરીના ચીફ ઇન્સ્પેક્ટર એન્ડી કૂક કહે છે કે મોબાઇલ ફોનની ચોરી હળવો ગુનો નછી. તે દર્શાવે છે કે આપણા સમાજમાં લોકો પોતાને કેટલાં સુરક્ષિત અનુભવે છે. જે રીતે મોબાઇલ ફોનની ચોરી થઇ રહી છે તે અસ્વીકાર્ય છે. આ દુષણને ડામવા માટે અભિયાન ચલાવવાની જરૂર છે જેથી લોકોમાં તેમને સુરક્ષિત રાખવા માટેની પોલીસની ક્ષમતામાં વિશ્વાસ પેદા થઇ શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter