લંડન વિશ્વનું બીજા ક્રમનું શ્રેષ્ઠ શહેર, ન્યૂયોર્ક પ્રથમ સ્થાને

હ્યુમન કેપિટલ સેક્ટરમાં લંડન પ્રથમ ક્રમે, ક્વોલિટી ઓફ લાઇફ મામલે નિરાશા

Tuesday 06th October 2026 10:25 EDT
 
 

લંડનઃ ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના તાજેતરના ગ્લોબલ સિટીઝ ઈન્ડેક્સમાં લંડન સતત બીજા વર્ષે વિશ્વના બીજા ક્રમના સૌથી શ્રેષ્ઠ શહેર તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે ન્યૂયોર્ક પ્રથમ સ્થાને યથાવત રહ્યું છે. જોકે, સ્થાનિક નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ક્વોલિટી ઓફ લાઈફ ક્ષેત્રે લંડનની કામગીરી નિરાશાજનક રહી છે.

વિશ્વના 1,000થી વધુ મોટા શહેરોના આર્થિક, શૈક્ષણિક અને સામાજિક ક્ષમતાના આંકડાકીય વિશ્લેષણ બાદ તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લંડન વૈશ્વિક સ્તરે વેપાર, વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ અને સંસ્કૃતિ ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવે છે. હ્યુમન કેપિટલ ક્ષેત્રે લંડન સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમે આવ્યું છે, જેનું મુખ્ય કારણ તેની પ્રખ્યાત યુનિવર્સિટીઓ, ઉચ્ચ શિક્ષિત કાર્યબળ અને અંદાજે 40 ટકા જેટલી વિદેશી વસતી છે. આ ઉપરાંત, આર્થિક મજબૂતીની દ્રષ્ટિએ લંડન વિશ્વમાં સાતમા સ્થાને રહ્યું છે, તેમજ ULEZ જેવી પર્યાવરણીય નીતિઓના કારણે વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં પણ નોંધપાત્ર સુધાર દર્શાવ્યો છે.

વિશ્વના ટોપ ટેન શહેર                                                    

1. ન્યૂ યોર્ક

2. લંડન

3. પેરિસ

4. સીએટલ

5. સાન ફ્રાન્સિસ્કો

6. ડબ્લિન

7. બોસ્ટન

8. સેન હોઝે (યુ.એસ.)

9. ટોકિયો

10. ઝ્યુરિચ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter