લંડન સહિત સમગ્ર યુકેમાં ક્રિસમસ ફેસ્ટિવલની ધૂમ

Tuesday 17th December 2024 10:18 EST
 
 

લંડનઃ 2024ના અંતના આગાઝ વચ્ચે ક્રિસમસ ફેસ્ટિવલ આવી પહોંચ્યો છે. દર ડિસેમ્બરમાં લંડનમાં કરાતું ક્રિસમસ ડેકોરેશન મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષે છે. રિજન્ટ, ઓક્સફર્ડ અને બોન્ડ સ્ટ્રીટ્સ જેવા શોપિંગ એરિયા ઝગમગી રહ્યાં છે તો વિવિધ સ્ક્વેર અને અન્ય સ્થળો ખાતે ક્રિસમસ ટ્રી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યાં છે. લંડનના ટ્રફાલગર સ્ક્વેરમાં નોર્વેના ઓસ્લો શહેર તરફથી દર વર્ષે પ્રાપ્ત થતું ક્રિસમસ ટ્રી લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કોવેન્ટ ગાર્ડન, ક્યુ ગાર્ડન્સ અને શહેરની સડકો, પાર્ક અને વિવિધ લેન્ડમાર્ક પણ ફેસ્ટિવલ મૂડ પ્રદર્શિત કરી રહ્યાં છે. મુલાકાતીઓ માટે ડિસેમ્બર મહિનો લંડનની મુલાકાતનો શ્રેષ્ઠ સમય મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter