લંડનથી થાણે 59 દિવસમાં, વિરાજિતનો 18,300 કિમીનો સડક પ્રવાસ

વિરાજિત એસયુવીમાં 16 દેશોમાંથી પસાર થઇ ભારત પહોંચ્યા

Tuesday 25th June 2024 12:50 EDT
 
 

લંડનઃ મૂળ મહારાષ્ટ્રના થાણેના બ્રિટિશ ભારતીય વિરાજિત મુંગાલેએ તેમની એસયુવીમાં લંડનથી થાણેની 18,300 કિલોમીટરની સફર 59 દિવસમાં પૂરી કરી છે. આ માટે તેમણે 16 દેશોમાંથી પસાર થવું પડ્યું હતું. થાણેમાં રહેતી માતાની મુલાકાત લેવા માટે વિરાજિતે 20 એપ્રિલના રોજ મુસાફરી શરૂ કરી હતી અને 17 જૂને તેઓ થાણે પહોંચ્યા હતા. આમ તો તેઓ અવારનવાર માતાની મુલાકાત લેતા રહે છે પરંતુ આ વખતે તેમણે સડક માર્ગે આવવાનું  પસંદ કર્યું હતું.

વિરાજિત યુકે, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, પોલેન્ડ, લિથુઆનિયા, લેટવિયા, ઇસ્ટોનિયા, રશિયા, ઉઝબેકિસ્તાન, કિર્ગિઝસ્તાન, ચીન, તિબેટ, નેપાળ થઇ અંતે ભારત પહોંચ્યા હતા. નેપાળ સુધીની સફરમાં તેમની સાથે કાઠમંડુના રોશન શ્રેષ્ઠા પણ જોડાયાં હતાં.

વિરાજિત કહે છે કે ઐતિહાસિક સિલ્ક રૂટ અંગે વાંચ્યા બાદ મેં આ મુસાફરીની યોજના બનાવી હતી. મારી પત્નીએ મને ઘણો સપોર્ટ કર્યો હતો. અમે રોજના 600 કિમી પ્રવાસ ખેડતાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter