લંડનઃ લંડનના 13 બરોને એક જ એનએચએસ ઇન્ટિગ્રેટેડ કેર બોર્ડમાં સમાવી લેવાનો નિર્ણય કરાયો છે. પોતાના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓના આયોજનની જવાબદારી ધરાવતા નોર્થ સેન્ટ્રલ લંડન અને નોર્થ વેસ્ટ લંડન ઇન્ટિગ્રેટેડ કેર બોર્ડનું મર્જર કરવાનો નિર્ણય લેવાઇ ગયો છે. આ બોર્ડ અંતર્ગત 4.5 મિલિયન લોકોને આવરી લેવામાં આવે છે. નવું બોર્ડ વેસ્ટમિન્સ્ટરથી લઇને હિલિંગડન અને એન્ફિલ્ડ સુધીના 13 બરોને આવરી લેશે. એનસીએલ આઇસીબીના ચીફ એક્ઝિક્યુટિવ ફ્રાન્સિસ ઓકેલેગહાને જણાવ્યું હતું કે, નવું બોર્ડ અસમાનતાઓમાં ઘટાડો કરીને આરોગ્ય સેવાઓ સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.