લંડનઃ લેસ્ટર ઇસ્ટની સંસદીય બેઠક પરથી લેબર પાર્ટીના ઉમેદવાર જાહેર થયેલા રાજેશ અગ્રવાલે લંડનના ડેપ્યુટી મેયરપદેથી રાજીનામુ આપી દીધું છે. રાજેશ અગ્રવાલ મેયર સાદિક ખાનની ટીમમાં ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ તરીકે ભુમિકા ભજવતા હતા. અગ્રવાલે જણાવ્યું હતું કે, હવે તેઓ લેસ્ટર ઇસ્ટના સંસદીય વિસ્તારમાં પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. હાલ આ બેઠક અપક્ષ સાંસદ ક્લાઉડિયા વેબના કબજામાં છે.


