લંડનના પોલીસ અધિકારીએ સાથીકર્મીઓને 4,50,000 પાઉન્ડનો ચૂનો લગાવ્યો

કોન્સર્ટની સસ્તી ટિકિટો અપાવવાના બહાને અધિકારીએ ફ્રોડ આચર્યું

Wednesday 10th August 2022 06:47 EDT
 

લંડન

કોન્સર્ટની સસ્તી ટિકિટો આપવાના વાયદા કરી સેંકડો પોલીસ કર્મચારીઓ સાથે 4,50,000 પાઉન્ડની છેતરપિંડી કરનાર પોલીસ કર્મચારીની ધરપકડ કરાઇ છે. ફ્રોડના આરોપસપ પાર્લામેન્ટરી એન્ડ ડિપ્લોમેટિક પ્રોટેક્શન કમાન્ડના સાર્જન્ટની ધરપકડ કરાઇ છે.. આ પોલીસ અધિકારી સોશિયલ ક્લબ ચલાવતો હતો. તેણે પોતાના સાથી કર્મચારીઓને ક્લબ દ્વાર કોન્સર્ટની ટિકિટ સસ્તા દરે આપવાની લાલચો આપીને 400 જેટલા કર્મચારીઓ પાસેથી લાખો પાઉન્ડ એકત્ર કરી લીધા હતા. આરોપ છે કે આ પોલીસ અધિકારીને જુગાર રમવાની આદત હતી. કર્મચારીઓને ટિકિટ ન મળતાં તેમણે નાણા પાછા માગ્યા હતા પરંતુ તે પરત આપી શક્યો નહોતો. મધ્ય લંડનના આ પોલીસ અધિકારી સામે તપાસ ચાલી રહી છે અને હાલ તેને જામીન પર મુક્ત કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter