લંડનના બસ ડ્રાઇવર સંગીતા બીરડીનું બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતવાનું સ્વપ્ન

Tuesday 18th November 2025 09:48 EST
 
 

લંડનઃ સ્લાઉની બસ ડ્રાઇવર, બોક્સર સંગીતા બીરડી રિંગમાં ઇતિહાસ રચવા જઇ રહ્યાં છે. સંગીતા બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી પ્રથમ પંજાબી શીખ મહિલા બનવા માગે છે. કેનેડાના ટોરોન્ટોમાં જન્મેલા સંગીતા 10 વર્ષની વયે જ યુકે આવી ગયા હતા. 20 વર્ષની વયે ફિલ્મમાં આમિર ખાનની ફાઇટ જોઇને બોક્સિંગ પ્રત્યે આકર્ષાયા હતા. સંગીતા કહે છે કે મેં પહેલાં ક્યારેય બોક્સિંગ જોઇ નહોતી પરંતુ જોયા બાદ તેના પ્રેમમાં પડી ગઇ હતી.

અત્યાર સુધીમાં સંગીતા ડબલ્યુબીસી ઓફ ઇન્ડિયા, પીએસટી ઓફ ટાન્ઝાનિયા અને ઇન્ટરનેશનલ યુબીએલ ટાઇટલ જીતી ચૂક્યાં છે. બોક્સર તરીકે સફળતા હાંસલ કર્યા છતાં સંગીતા લંડનમાં બસ ડ્રાઇવર તરીકે ફૂલટાઇમ સેવાઓ આપે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter